ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના એક નાનકડા ગામમાં વસેલું ગેળા હનુમાનજી શ્રીફળ મંદિર માત્ર ધાર્મિક સ્થાન નથી, પરંતુ શ્રદ્ધા, ચમત્કાર અને લોકપરંપરાનો એક અદભૂત સંગમ છે. અહીં ભગવાન હનુમાનજી ખેજડીના વૃક્ષ નીચે બિરાજમાન છે અને ભક્તો દ્વારા અર્પણ કરાયેલા લાખો શ્રીફળો વર્ષોથી બગડ્યા વિના આજે પણ અખંડિત છે – જે પોતે જ એક ચમત્કાર છે. દર શનિવારે અહીં મેળા જેવો માહોલ જામે છે, જ્યાં દૂર દૂરથી આવતાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન માટે ઉમટી પડે છે.
આ સ્થાનની પ્રાચીન કથા, શ્રીફળની રહસ્યમય પરંપરા અને અવિશ્વસનીય ચમત્કારો તમને એક અનોખા આધ્યાત્મિક પ્રવાસ પર લઈ જશે.
📍 સ્થળ: ગેળા ગામ, તા.લાખણી જિ.બનાસકાંઠા, ગુજરાત
📅 સ્થાપના: અંદાજે 600–700 વર્ષ જૂનું મંદિર
🕒 મંદિર સમય: દરરોજ સવારે 6:00 થી સાંજે 9:00 સુધી
📷 ફોટોગ્રાફી: બહારથી મંજૂરી, અંદરથી નહીં
🛕 મંદિરનો ઇતિહાસ અને વિશેષતાઓ
ગેળા હનુમાનજી મંદિર એક અનોખું ધાર્મિક સ્થાન છે, જ્યાં ભગવાન હનુમાનજી ખેજડીના વૃક્ષ નીચે બિરાજમાન છે. આ મંદિરને “શ્રીફળ હનુમાન મંદિર” તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અહીં ભક્તો ભગવાનને શ્રીફળ ચઢાવે છે અને વર્ષોથી એક કરોડથી વધુ શ્રીફળ એકત્રિત થયા છે. આ શ્રીફળો બગડતા નથી અને કોઈ દુર્ગંધ પણ આવતી નથી, જે એક ચમત્કાર માનવામાં આવે છે.
🛕 ગેળા હનુમાનદાદા: શ્રદ્ધા, ચમત્કાર અને શ્રીફળના પહાડની કથા
થરાદ તાલુકાના આસોદર ગામે વર્ષો પહેલાં સાધુ સંતો તપસ્યા કરતા હતા. એમાં એક પરમ તપસ્વી શંભુગીરી બાપજી, એક રાત્રે ગેળા ગામે રોકાયા હતા. ત્યારે ગામના ડીઘારી બ્રાહ્મણે ખોદકામ દરમિયાન એક વિશિષ્ટ શીલા શોધી કાઢી. ગામજનોને જ્યારે ખબર પડી કે આ કોઇ સામાન્ય પથ્થર નથી, પરંતુ ભગવાનની ચમત્કારી મૂર્તિ છે – ત્યારે શ્રદ્ધાપૂર્વક પૂજા શરૂ કરી દેવામાં આવી.
શંભુગીરી બાપજીએ જણાવ્યું કે આ મૂર્તિ પવનપુત્ર હનુમાનદાદાની છે અને એ ગામની રક્ષા કરશે, પરચા આપશે અને રોગચાળાને પણ દૂર કરશે. તેમની આજ્ઞા પ્રમાણે શ્રીફળ, તેલ અને સિંદૂરથી પૂજા શરૂ થઈ. તેમણે કહ્યું હતું કે જો કોઈએ મંદિરમાં શ્રીફળ “રડતું” મૂકે તો બે મુકવા પડશે અને બહાર ગામના સંતાનપ્રાપ્તિ બાદ “વડા (ગોટા)” ચઢાવવાની પરંપરા પણ આવી.
એક વખત સિંધ (બલોચ) લોકો એ મૂર્તિને પથ્થર માનીને ઉખાડવાનો પ્રયાસ કર્યો, પણ ધક્કા મારતાં તેમના પાડાઓ મૃત્યુ પામ્યા અને ઝૂંપડાઓમાં આગ લાગી ગઈ. ત્યારબાદ તેઓ શરણે આવી ગયા અને દાદાને શ્રીફળ ચઢાવી માફી માગી – ત્યારથી આજ સુધી તેઓ દાદાની પૂજા કરે છે.
એક વાર પરમ પૂજ્ય શંભુગીરી બાપજીના ચેલા પરમ પૂજ્ય હરદેવપુરી મહારાજ ગેળા ગામે આવેલ ત્યારે હનુમાનજીના મંદિરે રડતા મુકેલા શ્રીફળ વધેરી બાળકો તથા ગામવાસીઓને પ્રસાદી ખાવા માટે આપી દો તેમ કહીને હરદેવપુરી બાપજી ગામના આગેવાન એવા અખાજી પટેલના ઘરે ગયા અને ત્યાં રાત વાસો કર્યો.
અડધી રાત્રે બાપજી પેટમાં ને ભયંકર દુખાવો થવા માંડ્યો પ્રાથમિક સારવાર કરવા છતાં સારું ન થતા તેમણે તુરંત ધ્યાન લગાવી જોયું ત્યારે ખબર પડી કે હનુમાનદાદાનો પ્રકોપ છે. માટે સવારે હનુમાન દાદા ના મંદિરે જઈ ને તેમણે શ્રીફળોનું તોરણ અર્પણ કરી ક્ષમા માંગી અને પછી ક્રોધે ભરાઇને કહ્યું કે લંગડા તે મારો ટાળો ન કર્યો હવે અહીં તું શ્રીફળનો ભાખર કરજે.
આજ સુધી લાખો શ્રદ્ધાળુઓ દાદાને શ્રીફળ અર્પણ કરે છે, અને નવાઈની વાત એ છે કે વર્ષોથી ઉંચો થયેલો શ્રીફળનો “પહાડ” હોવા છતાં કદી દુર્ગંધ આવતી નથી. કે એક પણ શ્રીફળ આજદિન સુધી બગડયુ નથી.
હજુ થોડા વર્ષો પહેલાં, એક ટ્રેક્ટર ચોરી થયું હતું. ગામ લોકો દાદાને સ્મરણ કરીને પ્રાર્થના કરી… અને માત્ર 24 કલાકમાં ટ્રેક્ટર મળી આવ્યું! આવા અનેક જીવંત ચમત્કાર અહીં જોવા મળે છે.
હનુમાનદાદાના આ પવિત્ર ધામે આજે પણ દરરોજ સવાર-સાંજ આરતી થાય છે. દાદાની અખંડ અગ્નિ જેવી શક્તિમાં વિશ્વાસ રાખી શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પગપાળા યાત્રા કરીને આવે છે. અહીં પ્લાસ્ટિક અને અગરબત્તી પર પ્રતિબંધ છે. ભક્તો ગુગળ ધૂપ અને દેશી ઘીનો દીવો લાવે છે.
🌰 શ્રીફળ ચઢાવવાની પરંપરા
- પ્રથા: ભક્તો ભગવાન હનુમાનજીને શ્રીફળ ચઢાવે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય ત્યારે વધુ શ્રીફળ ચઢાવે છે.
- માન્યતા: અહીંથી શ્રીફળ ચોરી કરવાથી દુર્ભાગ્ય આવે છે અને ચોરને પાંચગણું શ્રીફળ પાછું ચઢાવવું પડે છે.
- ચમત્કાર: વર્ષોથી અહીં રહેલા શ્રીફળો બગડતા નથી, જે લોકોમાં આસ્થાનું પ્રતિક છે. વર્ષ-૨૦૧૫ અને ૨૦૧૭માં બનાસકાંઠા જિલ્લામાં ભારે પુરની પરસ્થિતીમાં પણ નારીયેળના આ ઢગલામાંથી એકપણ શ્રીફળ પાણીમાં તણાયેલ નથી.
- વિશેષતાઃ- દર શનિવારે અહી દુર દુરથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દાદાના દર્શન કરવા માટે ઉમટી પડે છે. જેનાથી મેળા જેવો માહોલ જામે છે.
🧭 યાત્રા માર્ગદર્શિકા
- હવાઈ માર્ગ: સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદ (204 કિમી દૂર)
- ટ્રેન માર્ગ: ધાનેરા (35 કિમી) અને પાલનપુર (85 કિમી) રેલવે સ્ટેશનો
- રસ્તો માર્ગ: થરાદ મુખ્ય મથકથી ૨૪ કી.મી. તથા લાખણી તાલુકા મથકથી ૭ કિ.મી. બસ અથવા ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય છે.
🛍️ નજીકના દર્શનીય સ્થળો
- હિંગલાજ માતાજી મંદિર: લાખણી ગામમાં આવેલું
- ગોગાજી મંદિર: લાખણી ગામની નજીક
- શેણલ માતાજી મંદિર: માંગરોળ ગામમાં આવેલું
- ધરણીધર ભગવાન મંદિર ઢીમા
❓વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
Q. ગેળા હનુમાનજી મંદિરની ખાસિયત શું છે?
➡️ અહીં ભગવાન હનુમાનજી ખેજડીના વૃક્ષ નીચે બિરાજમાન છે અને ભક્તો શ્રીફળ ચઢાવે છે, જે બગડતા નથી.
Q. શ્રીફળ ચઢાવવાની પરંપરા શું છે?
➡️ ભક્તો મનોકામનાઓ પૂર્ણ થાય ત્યારે શ્રીફળ ચઢાવે છે અને માન્યતા છે કે ચોરી કરવાથી દુર્ભાગ્ય આવે છે.
Q. મંદિરના સમય શું છે?
➡️ દરરોજ સવારે 6:00 થી સાંજે 9:00 સુધી ખુલ્લું રહે છે.
📌 સારાંશ:
ગેળા હનુમાનજી શ્રીફળ મંદિર એક અનોખું ધાર્મિક સ્થાન છે, જ્યાં શ્રદ્ધા, પરંપરા અને ચમત્કારોનો સમન્વય જોવા મળે છે. અહીંની યાત્રા ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને મનોકામનાઓ પૂર્ણ થવાની આશા આપે છે.
📺 દર્શન માટે વિડિઓ:
ગેળા હનુમાનજી શ્રીફળ મંદિર વિડિઓ(youtube.com)
📌 ડિસ્ક્લેમર (સૂચના)
આ લેખમાં આપેલી માહિતી વિવિધ સ્ત્રોતો જેમ કે વેબસાઇટો, લોકવાયકા, અને લોકપ્રચલિત માન્યતાઓના આધારે તૈયાર કરવામાં આવી છે. અમે તમામ માહિતી આપવાની સંપૂર્ણ કોશિશ કરી છે, તેમ છતાં તેની સત્યતા અથવા ઔપચારિક ખાતરી આપી શકતા નથી. કૃપા કરીને દરેક માહિતી વ્યક્તિગત વિચાર અને ચોક્કસ સ્ત્રોતના આધારે તપાસી અને સ્વમર્યાદા સાથે ઉપયોગ કરો.